બહાદુર લોકો ને કિસ્મત નો સાથ મળે છે!!!

.

Friday 12 April 2013

live great life with lifepartner

તે દિવસે એક સ્ત્રી નો જન્મદિવસ હતો . એના પતિએ એને આગલે દિવસે પૂછ્યું :" તારે માટે શું લાવું?"
 

પત્ની એ કહ્યું: " કાલે કહીશ"

' અરે તારું મગજ ઠેકાણે છે કે નહિ? કાલે તો તારો જન્મદિવસ છે . તું કહે પછી 'હું ગીફ્ટ'
લેવા જાઉં એમ જ ને? મને એવી નવરાશ નથી' -પતિ એ ગંભીર બની કહ્યું અને મો બગાડીને ચાલ્યો ગયો .

બીજે દિવસે પતિ એ જન્મદિન મુબારક કહી છાપું વાંચવાનું ચાલુ રાખ્યું ત્યારે પત્ની એ કહ્યું: "  તમે મને ગીફ્ટ વિશે પૂછતાં હતા ને એ વિશે કહેવા માટે આવી છું,"

પણ આજે મને કશું લેવા જવાની ફુરસદ નથી' - પતિ એ છાપા ની આડમાંથી કહ્યું ...

' અરે પણ ગીફ્ટ તો  તમારી પાસે પડેલી છે! માત્ર આપવાની જ વાત છે .'- પત્ની એ કહ્યું

મારી પાસે ગીફ્ટ તરીકે સ્ટોક માં કશું પડેલું નથી, જેથી તને હું તાત્કાલિક આપી શકું!'   -પતિએ સહેજ છણકા સાથે કહ્યું .

હું તમારી પાસે કશું જ નથી માગતી, બસ, મને આપો તમારું સ્મિત, મને જોવાની તક આપો તમારો ઉમળકાથી હરખતો ચહેરો .

હું જુદા ઘર નું પાણી હતી અને તમે  જુદા પરીવાર નું પાણી . લગ્ન પછી બંને પાણી ભેગા થયા એટલે એક બની ગયા . હવે મને કહો  કયું પાણી કયા ઘરનું? આપણે ભેગા રહ્યા પણ ભેગા થયા નથી .' - પત્ની એ કહ્યું

દરેક વ્યક્તિ ઝંખતી હોય છે, પોતાના મહત્વ નો સ્વીકાર, પ્રશંસા ના લાગણીભીના શબ્દો અને પોતાના થી થયેલી ભુક ની ક્ષણો  મા આશ્વાસન અને ક્ષમા ... આ ત્રણે બાબતો માં માણસો મોટે ભાગે કંજૂસ હોય છે . માનસ ને પોતાનું મહત્વ લણવું ગમે છે પણ બીજાના મહત્વ ના બીજ ની વાવણી કરવી નથી ગમતી, પરિણામે માણસ નો હાથ ખાલી જ રહે છે,

પ્રત્યેક વ્યક્તિ ની આઠ સ્વાભાવિક ઈચ્છાઓ ગણાવી છે :
1. તંદુરસ્તી અને સુરક્ષા ની ભાવના
2. ભોજન
3. નિંદ્રા
4. ધન-દોલત , રૂપિયા-પૈસા અથવા  તે વસ્તુઓ જે રૂપિયા પૈસા વડે ખરીદી શકાય .
5. પોતાના સંતાનો નું કલ્યાણ
6. જાતીય જીવન નો સંતોષ
7. મરણોતર જીવન :  મહાન કે મોટા અથવા નોંધપાત્ર બનવાની ઈચ્છા .


માણસને પરણતા તો આવડે છે,પણ 'પરણેલો'બનતા નથી આવડતું ,  દામ્પત્ય એક રમત નથી . યોગ છે, સુયોગ છે, સુમેળ છે! પતિ હોય કે પત્ની બંને ને સ્મિત , સમ્માન , અને પ્રશંસા ગમે છે .


એક ખેડૂત સ્ત્રી ની કહાની
એ સ્ત્રીએ આખો દિવસ પરિશ્રમ કાર્ય પછી પુરુસો આગળ સુકા ઘાસનો ઢગલો ખડકી દીધો . જયારે ક્રોધે ભરાયેલા પુરૂષોએ કહ્યું કે "તારું મગજ બગડી ગયું છે? મતલબ કે ઘાસ ખાવાની વસ્તુ છે?"

ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું :' શું મને ખબર હતી કે તમારા બધા નું ધ્યાન આ બાબત પર જશે? હું તમારા બધા માટે છેલ્લા વીસ વરસ થી રસોઈ કરું છું, ખોરાક રાંધુ છું . એ દરમ્યાન તમારા મોઢે થી મેં એક પણ શબ્દ ક્યારેય સંભાળ્યો નથી, જેથી મને ખ્યાલ આવે કે તમે ઘાસ ખાઈ રહ્યા નથી!

સ્ત્રી નો બળાપો એ હતો કે એ પુરુષોને કેવળ ખાવા સાથે લેવા-દેવા હતી, ખાવા બનાવનાર ની સેવાની નોંધ લેવાની કે પ્રશંસા ના બે શબ્દો કહેવાની ફુરસદ નહોતી ....!"

આવો બળાપોએ હતો કે એ પુરુષો  ને કેવળ ખાવા સાથે લેવા-દેવા હતી, ખાવા બનાવનાર ની સેવાની નોંધ લેવાની કે પ્રશંસા ના બે શબ્દો કહેવાની ફુરસદ નહોતી  ....!"

આવો બળાપો અનેક પત્નીઓનો હોઈ શકે! પત્ની હોય કે રસોઈઓ, એમને ભોજન તૈયાર કરી આપનારું  'જીવતું મશીન' માની લઈએ એ એમણે વેઠેલા શ્રમ નું અપમાન છે .

ગૃહસ્થ જીવન ને મધ મધતું રાખવાના પાંચ સૂત્રો આ રહ્યા .
1. કડવી વાણી ની ના કરશો જીવનસાથી ને લહાણી .
2. પ્રસંશાનો આપતા રહો ગુલદસ્તો અને રાખજો તમારા ચહેરા ને સદાય હસતો .
3. જીવનસાથી ને કરતા રહેશો તંગ તો ખતમ થઇ જશે પ્રસન્નતાનો રંગ .
4. વાતો હશે નાની-નાની, એને વ્યર્થ મહત્વ આપશો તો થશે મોટી હાનિ
5. ટીકા, શંકા, અને ક્રોધ,
વહાવશે સમસ્યા નો ધોધ .....................

No comments:

Post a Comment