બહાદુર લોકો ને કિસ્મત નો સાથ મળે છે!!!

.

Thursday 11 April 2013

Be a good

                          ભયાનક નદી-નાળા અને ઘટાટોપ વૃક્ષછાદિત વન પસારા કરી એક મુસાફર આગળ વધી રહ્યો છે  શરીર થાક્યું છે, થાકેલા પગ હવે સાથ આપવા તૈયાર નથી!  આરામ ની જરૂર છે, પણ નજીક માં કોઈ શહેર દેખાશે તોય એને પડી  રહેવા માટે ઓટલો નહિ મળે, રોટલો તો દૂર ની વાત,,,,! હિંમત એકઠી કરી ને એ ચાલે છે, દુર દુર એલ પીળચટો પ્રકાશ દેખાય છે, આશા એ થાકેલા ચરણો માં સ્ફૂર્તિ નો સંચાર કરે છે ! બસ, આરામ માટે થોડીક જગ્યા જોઈએ, તાજગી આપોઆપ આવી જશે,
           અને વીજળીવિહોણું ગામ  ટી . વી  સીરીયલો જોવા માટે જાગતું નહોતું એટલે સહુ પોતપોતાના ઘરમાં ઝંપી ગયા હતા - નિંદ્રા ને શરણે, નીરવ શાંતિ, માત્ર એક ઘરમાં ફાનસ નો મંદ-મંદ પીળચટો પ્રકાશ દેખાતો હતો, ઓસરી ખાલી હતી, ઘર નું બારણું બંધ હતું,
           
          "હાશ! બેસવાની જગા તો મળી" કહી ને મુસાફરે ઓસરીમાં પગ લંબાવ્યા,  એટલા માં ઘરનું બારણું ખુલ્યું ....
'અટાણે કોણ? - એક સ્ત્રીએ પૂછ્યું,
            
          'બહેન, હું એક મુસાફર છું! થાક્યો-પાક્યો, વિશ્રામ શોધતો અહી આવી પહોચ્યો છું, થોડો આરામ કરી અહીંથી ચાલતો થઈશ, ' :- મુસાફરે કહ્યું
             
          પેલી સ્ત્રીએ કશું બોલ્યા વગર એક ચટાઈ પાથરી આપી અને ઘડામાંથી ઠંડા પાણી નો ગ્લાસ હાજર કર્યો, તૃસાતુર મુસાફર પાણી ગટ ગટાવી ગયો, "વધુ પાણી આપું ??"
'ના બહેન' - યાત્રી એ કહ્યું

          થોડી વાર પછી એ સ્ત્રી એ બહાર આવી ને જોયું તો પેલો મુસાફર ઘસઘસાટ ઊંઘતો હતો . રાત વીતી . સવાર થઇ .  ગામ માં ચહલ-પહલ શરુ થઇ .  ગોવાલિયા ગયો ચરાવવા નીકળી પડ્યા . ગ્રામવાસીઓ પૈકી એકે પેલી બાઈ  ને પૂછ્યું:  "કોઈ આવ્યું છે?"

        
     "હા , એક થાકેલો યાત્રી, મુસાફર ."- સ્ત્રી એ કહ્યું .
     "એની ઓળખાણ?" - ગ્રામવાસીએ પૂછ્યું।

"ગામ નો અતિથી, અજાણ્યો મહેમાન, અતીથીઓની ઓળખાણ ના      પુછાય" - સ્ત્રીએ કહ્યું।

         થોડી વાર માં જ પેલો મુસાફર જાગી ગયો। જવાની તૈયારી કરવા લાગ્યો . સામે નજર કરી તો પેલી સન્નારી છાશ નો પ્યાલો લઈને ઉભી હતી .  'લો, આટલી છાશ પી લો, શક્તિ આવશે .' છાશ પી મુસાફર આભાર માની વિદાય થયો .


        શહેર આતિથ્ય માં હારી શકે છે . પણ ગામડું તેમાં હારતું નથી, સભ્યતાજન્ય પરિવર્તનો શહેર પર વિજય મેળવી શકે, પણ ભારત ની ગ્રામીણ સંસ્કૃતિ અડીખમ ઉભી છે, ભલે એની પાસે વીજળીના દીવા, ટી ,વી , ટ્યુબલાઈટ ના હોય પણ ભર્યું-ભર્યું હૈયું છે, પારકા ને પોતીકો ગણી એના સુખ દુખ વહેચવાની તૈયારી છે


       કાલ અને આજ  વચ્ચે કેટલો બધો ફેર છે . કાલ નું ભારત એમ માનતું હતું કે " કોઈ આયે તો સાથ મેં ખાએ" આજે કદાચ એમ માનતું થઇ ગયું છે કે "કોઈ આયા હુઆ  જાયે, તો ખાએ ".




             




No comments:

Post a Comment