બહાદુર લોકો ને કિસ્મત નો સાથ મળે છે!!!

.

Saturday 27 April 2013

સત્ય વિચારો


[1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, ભૂલતા નહીં !

[2] બીજના ચંદ્રનો વિકાસ થાય છે, પૂનમના નહીં. વાત ભૂલતા નહીં !

[3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4] ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !

[5] તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું પડે તો ખૂબ ટૂંકાણમાં પતાવો !

[6] સવારે ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે, યાદ રાખો. સતત ખીલેલું કશું રહેતું નથી !

[7] બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી, પણ ક્યારેક પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે, બાકી તો દિવસે દિવસે વેતરાતું જવાય છે, ચંદ્રને ઓળખો છો ને ?


[8] કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. ફોરમ જેવો સહજ છે, પ્રયત્નથી થતો નથી !

[9] પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10] આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ ઈચ્છા જેવું હોય ને !

[11] ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં ઊગતા સૂરજનું અપમાન છે, કારણ સૂરજ છે જેને સવારે તમે પૂજ્યો હતો ને કાલે પાછો ઊગવાનો છે !

[12] હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

[13] સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14] સત્યની સ્પર્ધા હોતી નથી, સત્ય સ્પર્ધામાં હોતું નથી, સત્ય સ્પર્ધક નથી, નિતાંત છે, નિશ્ચલ છે !

[15] પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાં, પણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની બને છે, સુવર્ણરજની નહીં !

[16] દરેક ઉભરો શમી જતો હોય છે, માત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.

[17] બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !

[18] પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો છે, ખાસ કરીને રાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું પડે છે !

[19] લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી બન્ને અલગ અલગ છે, વિચારજો !

[20] દરિયાની સમૃદ્ધિ અપાર છે. પામે છે કોણ ? જાનની બાજી લગાવી દેનાર મરજીવા. દરેક ક્ષેત્રમાં આવું હોય છે, મરજીવા પામી શકે છે, લગે રહો !

[21] તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, મા તેનું નિવારણ !

[22] બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથી, પણ ત્યાં જે હાજરીપત્રક રાખવામાં આવે છે, તેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છે, વિચારજો !

[23] તમે જેની પાછળ પડ્યા છો આગળ રહેવાનો છે, ખ્યાલમાં રાખજો !

[24] દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છે, દુશ્મની કારણ વગર પણ થઈ શકે છે !

[25] લગ્ન કરો કે થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતું, દુઃખી થવાની જરૂર નથી, એને માટે બીજાં અનેક કારણો છે, વિચારોમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !

[26] વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે, સમય સાંપડ્યે પૂરી કરો, તેઓ સુખી થશે અને તમે સુખી બનશો !

[27] તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું અટકી જવાનું નથી, યાદ રાખીને જીવતાં શીખો, તમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી, સમજો બને એટલા જલ્દીથી !

[28] કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29] તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30] ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી !

No comments:

Post a Comment