બહાદુર લોકો ને કિસ્મત નો સાથ મળે છે!!!

.

Sunday 26 May 2013

કમાણી-ખર્ચ-બચત-સાહસ-રોકાણ-અપેક્ષા

મોંઘવારી ના આ યુગમાં વોરેન બફેટના બેઝીક ઇન્વેસ્ટમેન્ટ, ખર્ચા, બચત અને આવક વિશેના સુત્રો ઘણા ઉપયોગી છે. આપણે એ જાણીએ છીએ છતાં તેને સંપૂર્ણપણે અનુસરતા નથી. જો તેને અનુસરવામાં આવે તો મોંઘવારીનો ભય ચોક્કસથી દુર મોંઘવારી ના આ યુગમાં વોરેન બફેટના બેઝીક ઇન્વેસ્ટમેન્ટ, ખર્ચા, બચત અને આવક વિશેના સુત્રો ઘણા ઉપયોગી છે. આપણે એ જાણીએ છીએ છતાં તેને સંપૂર્ણપણે અનુસરતા નથી. જો તેને અનુસરવામાં આવે તો મોંઘવારીનો ભય ચોક્કસથી દુર થાય છે. તેમનું કહેવું છે કે જો આ સુત્રો થી તમારી લાઈફમાં કોઈ સુધારો આવે તો ભગવાનનો જ ઉપકાર માનજો કારણકે આ તો સામાન્ય જ્ઞાન છે અને હું તો તેમને માત્ર રીપ્રોડ્યુસ કરું છું.થાય છે. તેમનું કહેવું છે કે જો આ સુત્રો થી તમારી લાઈફમાં કોઈ સુધારો આવે તો ભગવાનનો જ ઉપકાર માનજો કારણકે આ તો સામાન્ય જ્ઞાન છે અને હું તો તેમને માત્ર રીપ્રોડ્યુસ કરું છું.


કમાણી:

એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.

એનો અર્થ એવો છે કે જયારે તમે યુવાન હો ત્યારે તમારું કામ છે કે બચત કરો અને રોકાણ કરો. જયારે તમે બીજા આવકના સ્ત્રોત તૈયાર કરો છો ત્યારે તમે તમારી નોકરી ની ફરજીયાતપણા કે નિર્ભરતા જેવી મજબૂરી ને દુર કરો છો. અને આનાથી તમે તમારો રસ્તો નક્કી કરી શકો છો અને તમે સ્વતંત્ર રીતે વિચારી શકો છો અને તેનો અમલ કરી શકો છો. જેટલું જલ્દી તમે આ કરી શકો તેટલું જ લાભદાયક.



ખર્ચ:
જેની જરૂર નથી તેવી વસ્તુ ખરીદો છો તો, જેની જરૂર છે તેવી વસ્તુ વેચવી પડશે:
આ વાત જરૂરિયાત અને મોજશોખ એમ બે વિભાગમાં તમારા ખર્ચ ને વહેચવા વિષે કહેવામાં આવેલી છે. જો કે જરૂરિયાત એ પેઢી દર પેઢી બદલાતી રહે છે. પરંતુ તમારું લક્ષ્ય અને તમે ક્યાં જવા માગો છો કે શું કરવા ઈચ્છો છો તેને ધ્યાનમાં રાખી સમજદારીપૂર્વક ખર્ચ કરવો જોઈએ, માત્ર દેખાડો કરવા માટે ખર્ચ કરવો ન જોઈએ.

બચત:
ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો:
આને એવું પણ કહેવાય છે કે “તમારી જાતને સૌથી પહેલા ચૂકવો”. એ સમજવું જોઈએ કે તમારા પેન્શન પ્લાન માં રોકાણ કરવું કે તમારા બાળકોના અભ્યાસ માટે અત્યારથી રોકાણ કરવું એ તમને વધારે બચત કરવામાં મદદકર્તા થશે. આમ કરવું કોઈ કુરબાની નથી પરંતુ માત્ર ખર્ચ ને થોડા સમય માટે રોકી રાખો છો. આથી સમજો અને બચત કર્યા પછી ખર્ચ કરો.

સાહસ:
બંને પગથી પાણીની ઊંડાઈ ના માપો:
જો તમે કોઈ જોખમ ઉઠાવવા ઇચ્છતા હો તો નાના પાયે શરૂઆત કરો, જો તમે પહેલા તબક્કાના રોકાણકાર છો તો મોટા રોકાણકારની સલાહથી બધાજ પૈસા ઇક્વિટી શેરમાં ન રોકો. એના બદલે નાની રકમથી શરૂઆત કરો અને જુઓ, સમજો. તમે શરૂઆત કરી શકો છો તમારી આવકના ૧૦% જેટલી રકમથી. અને આવી રીતે ૫ વર્ષ સુધી જુઓ અને સમજો. પછી આગળ વધો. અને વળતર ની ગણતરી કર્તા પહેલા ફુગાવા એટલે કે વધતી મોંઘવારીને પણ ધ્યાનમાં રાખો. અને પછી જ ખરા વળતરની ગણતરીને સમજો.

રોકાણ:
બધી વસ્તુ એક જ બાસ્કેટમાં ના રાખો:
તમે કેટલું જાણો છો કે તમને કેટલું આવડે છે એ વાત બાજુ પર રાખીને એક જ વાત કરીએ કે પોર્ટફોલીઓ બનાવો. બોન્ડ, બોન્ડ ફંડ, પીપીએફ, એનએસસી, ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, મેડીકલ અને વીમો વગેરેથી પોર્ટફોલીઓ બનાવો.

અપેક્ષા:
પ્રમાણિકતા મોંઘી છે.
દરેક વ્યક્તિ પ્રમાણિક નથી હોતી, અને કોઈ પ્રમાણિક બનવા પણ ઇચ્છતું નથી હોતું. પ્રમાણિક સલાહકાર શોધવા એ અઘરું કામ છે અને ખાસ કરીને આરોગ્ય અને નાણાકીય બાબતો માટે, માટે સાવધાન રહો.

વોરેન બફેટ ના કમાણી, બચત, રોકાણ અને ખર્ચ વિશેના સોનેરી સુત્રો અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો.

No comments:

Post a Comment